Gujarati Quote in Blog by Rahul Desai

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મતાં ની સાથે જ જેને પોતાની માતાનું સુખ ત્યાગ્યું છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે?

જન્મતા ની સાથેજ જેણે પોતાની જન્મભૂમિ છોડી છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલુ છે?

જેણે પ્રેમ કર્યો એ રાધા થી જે દૂર રહ્યો છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?

પાંચ પાંડવોની ની એક પત્ની એ સ્ત્રી ના સ્વાભિમાન ની રક્ષા કરી છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?

મહાભારત ના યુદ્ધ નો ભાર જેના ખબા પર છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?

ગાંધારી નું શ્રાપ જેણે સહેલાઈથી સ્વીકાર્યું છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?

પોતાનાજ કુળ નો નાશ થતાં જેણે જોયો છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?

ધર્મ માટે જેણે અર્પણ કરી આખીય ઝીંદગી પોતાની..
એવું વ્યક્તિ બનવું ક્યાં સહેલું છે, કૃષ્ણ બનવું ક્યાં સહેલું છે?

-Rahul Rajendra Desai

Gujarati Blog by Rahul Desai : 111049283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now