Gujarati Quote in Blog by Anil Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Bombay 1989

પુનમચંદ શેઠ ની મસ્ટાંગ ફોર્ડ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, ત્યારે જ એક લધર-વધર અવસ્થા ના કિશોરે કાચ પર ટકોરો કરયો.

“સાલાઓ ને ભીખ માંગ્યા સિવાય કોઈ ધંધો જ નથી આવડતો. એમ નહિ કે ભણીયે. કામ કરીયે” શેઠે ડ્રાઈવરને સંભળાવતા કહ્યું.

“શેઠ આ લોકોનું કામ જ આવું છે. બસ મફતનું રળી ખાવાનું” ડ્રાઈવરે કહ્યું.

બીજા ત્રણ ટકોરા વાગતા કાચ થોડો ગંદો થયો ને શેઠનો પિત્તો ગયો. ગુસ્સામા કાચ ખોલી ને કંઈ પુછ્યા વગર શેઠે કિશોરને ફ્રેરવીને એક તમાચો ચોડી દીધો.

સિગ્નલ ગ્રીન થતા ગાડી જતી રહી અને કિશોર રસ્તા વચ્ચે ભીની આંખે ઉભો રહ્યો.



Mumbai 1995

પુનમચંદ શેઠ ની મર્સીડિઝ-બેન્ઝ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, એટલા મા જ એક યુવાને આવી ને પોતાની બંદુકથી બારીના કાચ ઉપર ગોળી મારી . કાચને વીંધતી ગોળી શેઠની આરપાર થતા જોઈ ડ્રાઈવર ભાગી જાય છે.

પણ થોડી ક્ષણો પછી યુવાનને કંઈક યાદ આવે છે અને તેના હાથમાથી બંદુક નીચે પડી જાય છે.

છેલ્લી શ્વાસો લેતા શેઠનું માથું પોતાના ખોળામા મુકીને રોવા લાગે છે.

“શેઠ મને ઓળખ્યો? હુ તે જ છોકરો, જેને તમે આજથી લગભગ છ વરસ પહેલા, આ જ સિગ્નલ પર કંઈજ પુછ્યા વગર લાફો માર્યો હતો”

“દિકરા, કેમ આ ખરાબ રસ્તા પર?” શેઠ બોલી શકવાની સ્થિતીમા નહતા.

“એકવાર શેઠ, એકવાર પુછી લીધુ હોત કે મારે શું કામ હતુ. મા-બાપ ન હોવા છતા ચા ની લારીએ દિવસ-રાત કામ કરીને ૧૨ સાયન્સમા ૯૨% સાથે પાસ થયો. મેડિકલ મા એડમીશન પણ મળી ગયું હતું. હુ તો ફકત પહેલા સેમિસ્ટરની ફી માંગવા આવ્યો હતો”

શેઠ ની આંખોમા જે આંસુઓની ધારા વહી રહી હતી તેમા ફક્ત પસ્તાવો હતો.

“…અને હુ ભણી તો ન શક્યો પણ આ ભાઈગીરી ના ધંધામા લોકોની સુપારી કરવા લાગ્યો. મને નહતી ખબર કે તમારા એક તમાચાનું વળતર તમે આ રીતે ચૂકવશો”

આ વખતે ગ્રીન સિગ્નલ થતા યુવાન જતો રહે છે અને ગાડી મા રહેલા શેઠની ભીની આંખો બંધ હોય છે.

~cp

Gujarati Blog by Anil Vaghela : 111049218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now