Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઇક્રોફિક્શન "શાકભાજી"
આ મફલર લઈ લો અને કાન ઢાંકી દો, બહાર પવન ઠંડો છે. આ બપોરે જમવા માટે ટિફિન અને આ તમારી વ્હાલી છાસ બાંધી દીધી છે. જમ્યા પછી થોડોક આરામ કરજો, યાદ છે ને ડોકટરે શું કીધું હતું? અને હા પેલા કાંતી કાલીયા સાથે બાજતા નહીં, થોડાક દૂર ઉભા રહેજો, એ નાલાયક સુધરવાનો નથી. હું હવે જાઉં છું, મને મોઢું થાય છે. સાંજે ખાવામાં ખીચડી છે. તમને નહીં ગમે પણ થોડાક દિવસ ચલાવવું પડશે. ડોકટરે કાળજી રાખવા કીધું છે ને.

કહીને સુમન ટ્યુશન જવા નીકળી ગઈ અને કનુભાઈ એમની શાકભાજીની લારી લઈ શહેર બાજુ નીકળ્યા.
ઈશ્વરની ખડકીથી આ બધું જોઈ શાંતાબાએ હર્ષનાં બે આંસુ રેડી દીધા.
- "પ્રેમી"

Gujarati Microfiction by Mahendra Sharma : 111049084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now