Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાડકવાયી.....

પપ્પાના વહાલનો દરિયો બનીશ,
મા મને જીવતી જનમવા જો દઇશ.

તારા મીઠા ધાવણીયા થોડા ધાવીશ
અને ઝટપટ મોટી થઇ જઇશ.
ભઇલાના ભાગમાંથી કશું ના લઇશ,
એને વ્હાલકેરી બકીઓ ભરીશ.

મા મને જીવતી જનમવા જો દઇશ.

આંગણામાં સાથિયા ને મોર ચિતરીશ,
તારા ખોરડાનું અજવાળું થઇશ.
વહેલી પરોઢની નિંદર ત્યજીને,
તારા કામ કેરો સથવારો થઇશ

મા મને જીવતી જનમવા જો દઇશ.
.
ભણીગણીને હું તો હોંશિયાર થઇશ,
તારા ઘડપણની લાકડી થઇશ.
દહેજ કેરા દાનવથી ના તું ડરીશ,
હું સઘળાને પડકારો દઇશ.

મા મને જીવતી જનમવા જો દઇશ.

~~ વિષ્ણુ પંચાલ

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111049004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now