*"મારી બહેન"*
આધાર બની ને રહી તું સદા સાથમાં,
મમતાળુ બની ને પ્રેમ આપ્યો સદા જીવનમાં .
અમી ભરી નજર થી રહી તું અમારી આંખો માં,
નદી બની ને સોંસરવી નીકળી તું પાણી માં.
બહેન રૂપે મળી આ જગત માં,
દરેક સબંધ ને તે દીપાવ્યો તારા પ્રેમથી.
અનોખું છે તારુ વ્યક્તિવ ,
દિલોમાં જગ્યા બનાવી તે અંદાજ માં.
મળી રહે છે પ્રેરણા હંમેશા તારા મૌન થી ,
જે શીખું છુ જીવન જીવવાની રીત હું .
મને તો હર ઘડી પસંદ છે મારી બહેન ,
તેના અલગ સ્વભાવ માં..
સ્નેહ ભરી નજરો રાખી "ભાવના" ઉપર ,
ધન્ય બનાવી દીધું જીવન બહેન રૂપે મળીને .......