Gujarati Quote in Story by Bhavna Bhatt

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " જેકલ " *
ટુકી વાતાઁ.....

જેકલ ઊફેઁ જીતેશ. બધા જેકલ જ કહે. મા - બાપ ના સંતાનોમા બીજા નંબરનો જેકલ જન્મ થી હસમુખ, દેખાવે સુંદર. પરાણે રમાડવો ગમે. બે વર્ષનો થયો ને ખેંચ આવી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે પાણી ખેંચવુ પડશે કહી કમરમાં થી પાણી ખેંચ્યું. પછી જેકલ મોટો થયો પણ ભણવામાં મગજ ના ચાલ્યું. પાંચ ચોપડી માંડ ભણ્યો. પણ ખૂબ જ સેવાભાવી અને ભકિત કરવી ગમે. ગામમાં બધાને મદદ કરે. બધા અેને ગાંડો ( પાગલ) કહે પણ મહેનત કરી પોતાની રોજી રોટી જેટલુ રળી લેતો. બીજા ભાઈઓ જુદા બહારગામ રહેવા જતા રહ્યા. બાપની મિલકત માંથી જેકલને ભાગમાં " મા" અાવી. જેકલ ને કંઈ સમજાયું નહીં. જેકલ ભણ્યો તો હતો નહીં એટલે કોઈ કામ ન મળતાં ચુનો (કલર) કરી રૂપિયા લાવી મા ને સાચવે. મા ની ખૂબ જ સેવા કરતો પણ જેકલને ગળામાં ગાંઠ થઇ ખાઈ શકતો નહીં.
ડોક્ટર ને બતાવ્યુ રીપોર્ટ કરાવ્યા. લાસ્ટ સ્ટેજ નું કેન્સર!!!
જેકલ આઘાતમાં સરી પડ્યો ત્રણ મહિનામાં તો જેકલ આ દુનિયા ને અલવિદા કરી ગયો................
* ભાવના ભટ્ટ અમદાવાદ * ...

Gujarati Story by Bhavna Bhatt : 111048308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now