. *સૂત્રધાર*
*;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;*
દૂર થઈ જાવ, ક્યારેક વચ્ચે આવી ઊભો રહી જાવ છું,
અધ્વચે આવીને ખબર પડે છે,નથી કોઈ હવે સૂત્રધાર.
જીવનના અલગ અલગ રંગો દેખાતા જાય છે,
બદલતા નથી ફાવતું ને,નથી કોઈ હવે સૂત્રધાર.
ખુદના થઈને પારકા થઈ જાય,કરે માથા પર ભાર.
બચવાનું કેમ શોધવું મારે,નથી કોઈ હવે સૂત્રધાર.
કિરદાર તો સારું નિભાવી બેઠા છીએ અમે પણ,
પોતાને જ કહેવા વાળું,નથી કોઈ હવે સૂત્રધાર.
ભગવાન ઉપર તો ભરોસો રાખ્યો હતો પુરેપુરો.
સાથ હોવા છતાં અમે સમજીયા,નથી કોઈ હવે સૂત્રધાર.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD