લાગણીની રમત જે શરૂ કરી છે, તમે અને મે,
એ ઉંમર પ્રમાણે છે તો ખૂબ જ અઘરી,
પણ શું કરીએ? હતા આપણે કદાચ ખેલાડી આગલા ભવના, મેદાન રૂપી સમય અનુકૂળ મળે ત્યારે રમીએ ને,
હવે તો નથી હું લાગણી રૂપી કાચો ખેલાડી કે નથી તમે,
તો આઉટ આપણે થશુ કઇ રીતે?
લાગણીનાં મેદાનમાં લાગણીની રમતને રમતાં લાગણીનાં ખેલાડીને હવે ડર લાગે છે, ક્યાંક અડધી રમતે સંસારનાં સંબંધો રૂપી વરસાદ ન નડે, કારણ કે આપણે ઉંમર રૂપી ભર ચોમાસે રમત શરૂ કરી છે,
વરસાદ આવે એ પહેલા ચાલને આપણે બન્ને સામેથી જ મેચ ફિક્સ કરી લઈએ,
ન તમારૂં સન્માન ઘવાય સંસાર રૂપી મેદાનમાં ન મારૂ માન હણાય,
ચાલને આવી રીતે આ લાગણીની રમતને શાંતિ પૂર્ણ વિરામ આપીએ.