*" મારો પરિવાર "*
મારો પરિવાર મારુ અભિમાન છે,
મારો પરિવાર ખુશીઓનો ખજાનો છે.
મારો પરિવાર જયાં મંદિર ની સુગધીત પવિત્રતા છે,
મારો પરિવાર જયાં સૂરજ અને સંધ્યા નુ મિલન છે.
મારો પરિવાર એટલે સાથે જોયેલા સપના નો અહેસાસ,
મારો પરિવાર એટલે મારા અસ્તિત્વ નો અણસાર.
મારો પરિવાર એ અનુભૂતિ નો આધાર છે,
મારો પરિવાર એ દિલ થી ભાવુક છે.
મારો પરિવાર અેટલે મન થી મન સાથે જોડાયેલો સંબંધ,
મારો પરિવાર એટલે સમજણ થી જોડાયેલો સંબંધ.
મારો પરિવાર એટલે " ભાવના " નો વિશ્વાસ ,
મારો પરિવાર એટલે આત્મીયતા ના સંબંધ...............