આ રાત જાણે મને કઈ કહી રહી છે..
ના.. એ મને.. એ મને..ડરાવી રહી છે...
પણ કેવો ડર ???
આ એકલતાનો ???
તું સાથે નથી એનો ???
પ્રશ્નો.. પ્રશ્નો... પ્રશ્નો...
આ બધા પ્રશ્નો ના ઉત્તર ક્યારે મળશે ?
અને ક્યારે તું મને મળીશ ???
કોઈ પ્રશ્નનો ઉત્તર દૂર દૂર સુધી ક્યાંય નથી...
છતાં,
દરેક ડરને દૂર કરી,
પોતાની જાતે હિંમત એકઠી કરી..
હું ઊભો છું.
અડીખમ... અડગ...
મારા દૃઢ મનોબળ સાથે
તને પામવાના અતૂટ વિશ્વાસ સાથે
એક દિવસ "હું" અને "તું" એક હોઈશું
અને પછી ક્યારેય અલગ નહિ થઈએ
હું જાણું છું હમણાં એ શક્ય નથી
પણ હું રાહ જોઈશ.... તારા માટે.....