મળ્યું એકાંત ને તું યાદ આવી
છલકાયું હૈયું ને તું યાદ આવી
ઓચિંતા અંધારાની વચમાં
ધીમા ધીમા અજવાળાની ઓથમાં
જાણે ઠંડીનું ઠુઠવતું મોજું લઈને
રજાઈમાં મને લપેટી લેવા આવી
મળ્યું એકાંત ને તું યાદ આવી
રોજ તો આવે જ છે તું યાદોમાં
હૈયું તો ઝંખે છે મુલાકાતોમાં
પણ આજે તારા ના હોવા ઉપર
મારી યાદોમાં તું જ વહેવા આવી
મળ્યું એકાંત ને તું યાદ આવી
શબ્દોને મારા પહોંચાડું તારા સુધી ?
કે હું જ આવી જાઉં તને રૂબરૂ મળવા ?
નથી સહન થતો આ વિરહ તારા ના હોવાનો
એક તો મોકો આપ મારા હૃદયાની વાતો કહેવાનો
આ અંધારે પણ પડછાયાની જેમ
તારી યાદો મને ઘેરી લેવા આવી
મળ્યું એકાંત ને તું યાદ આવી.....
#શ્યામ
to.. captain.....@nick