આપણું મળવું એ કોઈ આકાશી ઘટના
ન હોઈ શકે !
મનનું મળવું એ કોઈ
મેઘધનુષી રચના
ન હોઈ શકે !
કૃષ્ણરાધા આજે ય ક્યાંક રાસ રમતા ન હોઈ શકે !
રામ હજુ પણ સીતાને શોધતા ન હોઈ શકે !
તારો અને મારો મારગ એક
ન હોઈ શકે !
જન્માક્ષરનાં નકશામાં
એવો વળાંક ન હોઈ શકે !
ગ્રહોનાં ગણિત શું કોઈ વાર ખોટાં ન હોઈ શકે !
મોડા મળ્યા એ કોઈ દુર્ઘટના ન હોઈ શકે !
- પાર્થિવી અધ્યારુ શાહ