"સંબંધ". સમ+બંધ. એક સરખું બંધન જેમાં હોય એ છે સંબંધ. પરંતું આ બંધનું બંધન જ સંબંધની ઘોર ખોદી નાંખે છે. સંબંધમાં બંધાવું તો બધાને છે પણ બંધનમાં કોઈએ નથી બંધાવું. બધાને મનફાવે એમ કરવું છે, મનફાવે એમ જીવવું છે. આની સાથે પણ જોડાવું છે ને તેની સાથે પણ મજા કરવી છે. અને સામેનું પાત્ર એ વાતનો સ્વીકાર કરે એવું ઈચ્છે. આ રીતે આચનાર વ્યક્તિ ક્યારે પણ સ્થિર જીવન નથી જીવી શકતો. જિંદગીમાં ક્યાંક તો એક ચોક્કસ વિરામ હોવો જ જોઈએ....... રેશમ ?