. *લાભ*
. :::::::::::::::::::
કૃપા મળી મને,ફાયદો બહુ મોટો થયો.
થાકી બેઠો જ્યારે,લાભ અપરંપાર થયો.
નજીકના દોર માથી છુટ્ટો હું પડી ગયો.
તારા થકી,ખુશીના નામમાં હું આવી ગયો.
જીવનના તમામ દુઃખ મટીને પડી છૂટ્યા.
તારા નામથી, સુખમાં લાભ પડવા મળ્યાં.
સંબંધોના અસથવારે કરુણા ખોટી લાગી,
ભગવાન તારા લાભ થકી મને સ્વાર્થી લત લાગી.
સુખના દરવાજે આવી તને ભૂલવાની મજા કરી,
દુઃખમાં ફાયદાઓને યાદ કરી,ફરિયાદ તમને કરી.
કૃપા મળી મને,ફાયદો બહુ મોટો થયો.
થાકી બેઠો જ્યારે,લાભ અપરંપાર થયો.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા