English Quote in Shayri by Paras Gandhi’s Physics Academy

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..આજે મારે , મને મળવું છે,

ખબર-અંતર પુછીને,
મોં મીઠું કરવુ છે.

જશ અને જવાબદારીની,
જંજાળ માંથી છૂટી,
મારે, મારી સાથે જીવવું છે.
.....આજે મારે , મને મળવું છે.

બાકી શું ચાલે છે?
પુછી પોતાની જાતને,
માંહ્યલો મુંઝાતો નથીને?
તે ફક્ત જાણવું છે,
.....આજે મારે , મને મળવું છે.

ફંફોળી યાદોના પાના,
જવાબ એકજ ગોતવો છે,
મરવાનું તો છે એકજ વાર,
તો રોજ રોજ શાને મરવુ છે?
.....આજે મારે , મને મળવું છે.

મનો-મંથન કરીશ તો,
વિષ પ્રથમ આવશે જ,
બની જઇશ મહાદેવ,
તો અમૃત નિશ્ચીત જ છે.
આત્મા અમર છે,
તો શીદને ડરવુ છે?
.....આજે મારે , મને મળવું છે.

-પારસ ગાંધી

English Shayri by Paras Gandhi’s Physics Academy : 111046873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now