. *જ્ઞાન*
. *:::::::::::::::*
નથી જોયું ખોટું કાર્ય નું જ્ઞાન,સત્યને જૂઠું બતાવે.
ખોટાને સત્ય કરવું,પણ એવું જ્ઞાન મેળવું ક્યાંથી ?
સાચા વિચારો ખોટા પડે,સન્માન ખતરામાં પડે
ખોટા લોકો આગળ વધે,એવું જ્ઞાન મેળવું ક્યાંથી ?
ખોટા થી મારે બચવું નથી,સત્યનો આપવો સાથ.
જરૂરીને મદદ કરીએ,પણ એવું જ્ઞાન મેળવું ક્યાંથી ?
જ્ઞાન સત્ય હમેશ ગણ્યું,ફાયદા અલગ ઉંધા ઉપાડે,
સત્ય ને સાબિત કરવાનું,એવું જ્ઞાન મેળવું ક્યાંથી ?
ભગવાનના રસ્તે જાવું છે,તમારી ભરોસે ચાલવું છે
ધર્મ પર હવે મારે લખવું છે,એવું જ્ઞાન મેળવું ક્યાંથી ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD