આનંદ
કુદરતનો આનંદ તેના દેખાવ કરતા
તેને માણવા વધુ છે;
જિંદગીનો આનંદ તેને કાપવા કરતા
તેના સંઘર્ષમાં વધુ છે;
પ્રેમનો આનંદ તેને કરવા કરતા
તેને નિભાવવામાં વધુ છે;
વૃક્ષનો આનંદ તેના ફળ કરતા
તેના મીઠા છાયામાં વધુ છે;
એક શોધનો આનંદ તેના પ્રસ્તાવ કરતા
તેના ઉંડા વિચારોમાં વધુ છે;
કવિતાનો આનંદ તેની કડીઓ કરતા
તેના સારમાં વધુ છે;
- MSBB