મારો દિકરો
દીકરા તારો સાથ એ મારી જીદગી છે,
દીકરા તારી મા છું અને તારી જ મા રહીશ.
દીકરા તારો સાથ એ મારી સફળતા છે,
દીકરા તારી છું અને તારા પ્રેમની કદર કરીશ.
દીકરા તારો સાથ એ મારા જીવન ની ખુશી છે,
દીકરા તારી છું અને જીંદગી ભર તને સાથ આપીશ.
દીકરા તારો સાથ એ મારૂ જીવવા નુ બળ છે,
દીકરા તારી છું અને તારી મુસ્કાન બની ને રહીશ.
દીકરા તારો સાથ એ મારા મન ની લાગણી છે,
દીકરા તારી છું અને તારો વિશ્વાસ બની ને રહીશ.
દીકરા તારા દિલ ની " ભાવના " છું,
દીકરા તારી છું અને તારી માટે જ જીવીશ..........