કેટલીકવાર હું સમજાવી નથી શકતો..
અને કેટલીકવાર એ સમજી નથી શકતા...
તે છતાં આ દિલ બસ એના જ માટે ધડકતું હોય એમ લાગે,
આ શ્વાસ જાણે એના જ નામથી ચાલતા હોય એમ લાગે,
આ હોઠ જાણે એના જ નામનું રટણ કરતાં હોય એમ લાગે..
એના વગર મહેફિલની રોનક પણ અધૂરી લાગે,
એના વગર મેળામાં પણ એકાંત જેવું લાગે..
કઈ લાગણી હશે આ ?
કેવો પ્રેમ હશે આ ?
દરેકે દરેક ક્ષણમાં બસ ખોટ એની જ વર્તાય !!!
ઘણું બધું હોય આપણી આસ-પાસ,
તોય એના વગર સુનું સુનું લાગે !!!
એ ભલે કહી દે કે "હું વાત નહિ કરું !!"
છતાં બસ એની સાથે જ વાત કરવા માટે રાહ જોવાનું મન થાય.
આ તે કેવો પ્રેમ ?
આ તે કેવી લાગણી ?
જ્યાં નથી બંધાયેલા હાથમાં હાથ
તોય શોધીએ બસ એનો જ સાથ...
miss u captain ?