પ્રેમ નથી એવું મેં કહ્યું હતું.
પણ જ્યારે મને લાગ્યું કે તું નથી, તારું કોઇ અસ્તિત્વ નથી, એવું માનવામાં હું મારા પોતાનાં અસ્તિત્વથી જ દુર હતી .જાગૃતિમા ન હતી, ભ્રમવશ હતી.
હું જેને 'પ્રેમ' કહેતી હતી તે પ્રેમ ન હતો, પ્રેમનો ભ્રમ હતો. પ્રેમનાં ભ્રમમાં પણ પ્રેમનો આંશિક સ્વીકાર છે.
કદાચ, પ્રેમનો સ્વીકાર કરવો દોહ્લલો છે.
એ તો કોઈક તારા જેવી વ્યક્તિ જ કરી શકે છે.
મારું એ કામ નહીં.
પરંતુ જેમ સફળતાનો અનુભવ હોય છે.
તેમ નિષ્ફળતાનો પણ અનુભવ હોય છે.
એ આઘારે કહી શકું છું.
'પ્રેમનાં અભાવ કરતા પ્રેમનો ભ્રમ સારો. કારણકે ભ્રમ એ નકાર નથી. ભ્રમ હતો. તેથી જ તો હું પ્રેમ સુધી પહોંચી.'