Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે જોયેલી વેબ સિરીઝ પર થી....
છોકરા ના mummy પપ્પા થોડા દિવસ માટે છોકરા ના નવા ઘરે રોકાવા આવ્યા છે જ્યાં એ ને એની પત્ની રહે છે..વહુ એના સાસુ સસરા ને કોઈ જાત ની તકલીફ ન પડે એના પુરા પ્રયત્નો કરે છે...સાસુ જોવે છે કે આ ઓફીસ, ઘર, એમને એ બધું સાચવવા માં એ કેવી થાકી જાય છે....એટલે એક બહુ સરસ વાત કરે છે...

સાસુ: બેટા, આ ફોટો frame થોડી સરખી કર તો.. મને સેજ નમી ગયેલી લાગે છે...
વહુ: (મન માં.. બરાબર તો છે..)હા mummy કરી દવ .. હવે બરાબર?
સાસુ: હા બસ હવે ઠીક છે .. જરાક આ લેમ્પ જોતો એ પણ ઠીક નથી લાગતો...
વહુ: (મન માં... આ પણ ok જ છે..)હા mummy એ પણ કરી દવ...
સાસુ: જરાક બેસીસ મારી પાસે... સાચું સાચું કેજે આ frame મને ખુશ કરવા લગાડી છે ને?
વહુ: (મન માં..હાસ્તો .. નહિ તો શું મારા નવા ઘર માં હું આ frame લગાડું?) ના ના.. એવુ જરાય નથી... આતો એમ જ.. મને પણ ગમી એટલે...
સાસુ: ખબર છે શું બેટા? તને perfect બનવું છે.. એટલે કદાચ તે લેમ્પ, frame જે સીધા જ હતા પણ તોય તે મારા કેવા પર ફરી સીધા કર્યા... તને perfect વહુ બનવું છે.. perfect પત્ની બનવું છે... best employee બનવું છે ને એટલે જ આ બધા perfect બનવાની લ્હાય માં તું જ થાકી જાય છે... બેટા દુનિયા માં કોઈ જ perfect નથી...

આ વાત નો અર્થ સમજવા જઈએ તો કેવો સરસ નીકળે કે આપણે કદાચ બધે જ મહાન બનવાના ચક્કર માં થાકી જઈએ છીએ ને એમાંય જશ ના મળે તો પૂરું .. આપણું મગજ સાતમા આસમાને... કે હું આટલું કરું તોય કોઈ મને ક્રેડિટ નથી દેતું... પણ તમે શું કામ સીધી વસ્તુ ને ઓર સીધી કરવા જાવ છો... તમે તમારી રીતે સારી રીતે કામ કરી દો પછી આગળ જે થવું હોય એ થાય...

Gujarati Blog by Ravina : 111046069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now