Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ તારી સાથે સતત વાત કરવાનું મન થયા કરે છે,
જાણું તું ઉદાસ છે, જાણું છું તારું ક્યાંય મન નથી લાગતું,
પણ તારા દરેક સમયમાં હું તારી સાથે રહેવા માંગુ છું,
દરેક ક્ષણ દરેક દિવસ તને ખુશ જોવા માંગુ છું,
તારી ઉદાસીમાં હસવાનું કારણ બનવા માંગુ છું,
તારી એકલતામાં દૂર રહીને પણ તારો સાથ આપવા માંગુ છું,
જ્યારે તારી સાથે વાત થતી હોય ત્યારે હું પણ ખુશ હોઉં છું,
મારી ખુશી માટે હું તારી સાથે વાત કરવા માગું છે.
તું સતત બોલતી રહે,
મારી સાથે ઝગડતી રહે,
પ્રેમ ના કરું તો વાંધો નહીં
ગુસ્સો કરવાનો પણ તારો હક છે
હું તને આમ મૌન નથી જોઈ શકતો,
તારી ઉદાસીને હવે નથી સહી શકતો,
સાંભળવી છે મારે તને પંખીની જેમ
હસાવવી છે તને નાના બાળકની જેમ
જો રડવાનું મન થાય તારું તો મને બોલાવી લે તારી પાસે,
રડતાં નહિ રોકુ તને, પણ તારી સાથે બે આંસુ હુંય ખેરવી લઈશ,
છાતી સરસી ચાંપી તને થોડી પંપારી લઈશ,
પણ હમણાં તો તારે હસતાં રહેવાનું છે... કારણ કે
હું તારી સાથે નથી..............

to ... my captain...

Gujarati Blog by Nirav Patel SHYAM : 111046027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now