Gujarati Quote in Blog by purti shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંઈક અપનાવીને કંઈક છોડીને
નવ વર્ષની શરૂઆત કરીએ

રાગ દ્વેષ ને બાજુ પર મૂકીને
રંગ પ્રેમ અપનાવીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

ભૂલકાંઓમાં વહાલ સિંચીને
સૌને માન આદર આપીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

ગંદકી જ્યાં ત્યાં અટકાવીને
સ્વચ્છતા ચોમેર ફેલાવીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

મનની બધી ગાંઠ ખોલીને
જેવા જેમ છે તેમ સ્વીકારીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

કોઈને રીસાયું હોય જાણીને
હેતથી એમને માનવીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

જૂના મિત્રોને મળતાં રહીને
નવું મિત્ર વર્તુળ રચીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

રસ્તા પર ભીડ ટાળીને
નિયમોનું પાલન માનીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

પકડાઈ જઈશું, માંડવાળ છોડીને
વાહન વ્યવસ્થિત મૂકીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

જળ છે તો જીવન માનીને
ટીપે ટીપાં બચાવીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

દીકરા દીકરી નો ભેદ ભૂલીને
એક સરખાં ઉછેરીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

દાનનો મહિમા ઉત્તમ જાણીને
અક્ષર જ્ઞાન દઈએ
નવ વર્ષની શરૂઆત કરીએ

દુર્ગા અંબાની આરતી ઊતારીને
ઘરની સ્ત્રીને સમજીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

વિદેશમાં ફરવાની સાથે
ભારતભૂમિને પણ નવાજીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

મોદીથી સવાયા શોધીએ પણ
ત્યાં સુધી મોદીને જ ચૂંટીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

લખ ચોર્યાસી ભવ વિચારીને
આ ભવ ઉજાગર કરીએ
નવ વર્ષની શરૂઆત કરીએ

??નૂતન વર્ષા અભિનંદન??
✨✨✨✨✨

Gujarati Blog by purti shah : 111046022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now