બારી બારની બારી માંથી કઈક તૂટવાનો અવાજ આવ્યો. અચાનક જ કોઈક ના અવાજ ની દિશામાં પહેલા કાને અને પછી આખે એમ બેવે પોતાનું કામ કર્યુ. દૂર થી કોઈક અવાજ સંભળાયો પહેલા કાચના કપનો અને બીજી જ ક્ષણે કાચના ગલાશનો અવાજ ખૂબજ તીવ્ર સંભળાયો અને શબ્દો એટલાં જ ઓછા એ જુવાન છોકરો માથું ધૂણાવતો ફેંકી રહ્યો હતો. નજીકમાં જ ઉભી એ મા ડરી રહી હતી ને એ આધેડ બાપ લાલ આંખે પલકારા વગર જોઈ રહ્યો હતો. કદાચ એ બેવ એ છોકરો શાંત થાય એની જ રાહ જોઈ રહ્યા હતા. શબ્દો આવા હતાં. વેચ બધું વેચ ના પાડી છતાં ઘર લીધું મારે તો ત્યા જ રેહવુ હતું મા બોલી અમે તારે માટે જ લીધું અમારે ક્યા રેહવુ છે કોઈ કોઈ શબ્દો સંભળાયા એની બીજી જ ક્ષણે પાછું બધું શાંત એકનાં એક દિકરા ને જાણે સહન કરી રહ્યા હોય એમ લાગ્યું. બીજા સંભળાયેલા શબ્દો કઈક આવાં હતાં ચા બનાવો નાસ્તો લાવો બાપે ચા બનાવી ને નાસ્તો આપ્યો મા નીચે સૂઈ રહી જાણે કઈ જ ન થયું હોય એમ એ દિકરા એ હશી મજાક શરૂ કરી થોડું વાતાવરણ બદલાયુ ને નાસ્તો કરી બાઈકને લઈ એ બહાર ગયો એના જતાં જ બાપ ફરી લાલ આંખે આડો પડી એક જ દિશામાં નજર કરી કઈક વિચારમાં પડ્યો. ને મા એ બારીનો પડદો પાડયો. વિચાર્યું દિકરાના મનને એમ બધું ઠીક થઇ ગયું પણ મા બાપ ને મન એ કાચના અવાજ મોટો ઘા કરી ગયાં દિવાળીનો એ દિવસ ને આસું મા ફેરવી ગયાં નાના ઝઘડા ના એ પડછાયા રહી ગયાં.