સૌની ભીતરમાં હું ઈશ્વર જોઉં છું,
દુઃખ સમું વખ પીતો શંકર જોઉં છું.
સાચું ભણતર ક્યાંય દેખાતું નથી,
ફક્ત વૃક્ષોમાં એ ભણતર જોઉં છું.
જોઉં છું ક્યાં મંદિરે ઈશ્વરને હું,
હું તો એને સૌની અંદર જોઉં છું.
ખુદમાં સમજણ જેવું કાંઈ છે નથી,
તેથી લોકો વચ્ચે અંતર જોઉં છું.
ભીતરે વાવ્યાં છે વૃક્ષો પ્રેમનાં,
એટલે સૌમાં હું સુંદર જોઉં છું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)