નેટ વર્ક
મારા શ્વાસ કરતા પણ
મારા માટે મારું
નેટ વર્ક
ખુબજ મહત્ત્વનું છે!
શ્વાસ ચાલતા હશે પણ
મારું નેટવર્ક નહિ ચાલતું
હોય તો?
મારું અસ્તિત્વ કયાં
રહ્યું?
આજ ની જિંદગીમાં
દિવાળી કે નવા વર્ષ
નું કોઈ જ મહત્વ નથી!
મહત્વ ફક્ત
નેટવર્ક નું જ છે.
કાલ ની કેને ખબર છે
વાયુ પ્રદુષણ આવું જ
રહ્યું તો અનિલ
આગળ
આપણી કબર છે !