સાહેબ આ જિંદગીને
મારા દોસ્તોના નામે કરી દવ,
તેઓની દોસ્તી માટે તો,
હું ખુદને પણ નિલામ કરી દવ !!
બે અક્ષરની મોત અને,
ત્રણ અક્ષરની જિંદગી માં,
હંમેશા અઢી અક્ષરની દોસ્તી જીતી જાય છે !!
ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું,
ચા સાથે શું લેશો,
હૈયે આવીને શબ્દો પાછા ફર્યા,
જુના મિત્રો મળશે !!
નિખાલસ મનનો નિખાર અલગ હોય છે, દોસ્તી અને દુનિયાનો વહેવાર અલગ હોય છે !!
મિત્ર થી ભૂલ થાય તો માફ કરો,
કારણ કે જીભ કચડાય તો દાંતને ના તોડાય !!
યાદ રાખો મિત્રો,
એક સારો મિત્ર તમારાં ખરાબ સમયને પણ,
સારો બનાવી શકે છે !!
મિત્રતા એટલે ભગવાને આપેલી અણમોલ ભેટ !!
દોસ્તી એટલે એવા સંબંધ કે જ્યાં,
ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતા !!
મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ, મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !!
સાચો મિત્ર મેળવવા માટે ખીસું નહીં, દિલ ઉધાર રાખવું પડે વ્હાલા !!
એક વાર એણે કહ્યું, દોસ્ત છું, પછી મેં કદીય ના કીધું વ્યસ્ત છું !!
એ પણ પ્રેમ છે જયારે તમારો દોસ્ત કહે, અરે યાર તારા વગર મજા નથી આવતી !!
!!!!!! મારા જીગરજાન દોસ્તો માટે !!!!!!