Gujarati Quote in Blog by aateka Valiulla

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#everyonehasastory
હૂઁ?હૂઁ છોટુ..તમે બઁધા તો મને ઓળખો છો.. દીદીએ મારી અને મારી માઁ ની વાત કરી હતી તમને...હાં એજ મેલો ઘેલો છોટુ...તમને હૂઁ સિગ્નલ પર ભિક માંગતા..કે પછી કોઈ ચાહ ની લારી પર ચાહ આપતાં મળી જઈશ...મારુ સપનું?મારુ સપનું છે કે હૂઁ જલ્દી જલ્દી મોટો થઈ જાવ.. હૂં મોટો થઈ મારી માઁ ને દરેક તહેવાર માં નવી સાડી લાવી આપીશ..હમણાં તો એનાં પાસે એક જ સાડી છે... એ પણ એટલી મેલી થઇ ગઇ છે કે એની સાડી નો વાસ્તવિક રંગ તો દેખાતો જ નથી...તો હૂઁ મોટો થઈ એને સરસ સાડી લાવી આપીશ...મારે ભણવું હતું.. પરંતું....કાઈ વાંધો નહીં..હૂં અને મારા મિત્રો રોજ સાંજે ઇસકુલ ઇસકુલ રમીએ...દિવસે?દિવસે હૂં સિગ્નલ પર મારા મિત્રો જોડે તોફાન કરુ...ભિક માંગવી ગમતી નથી..એટ્લે હવે પપ્પા જોડે જાવ છું ફુગ્ગો વહેંચવા..પપ્પા સાઇકલ પર ફુગ્ગો અને રમકડાં વેંહચે..હૂઁ જાવ એમનાં સાથે...નાનાં નાનાં છોકરાઓ મારા પપ્પા પાસે થી ફુગ્ગો ખરીદી ને ખૂબ આનંદિત થઈ જાઇ..એમનાં ચેહરા પર નું હાસ્ય જોઇ હૂઁ પણ ખુશ થઈ જાવ...પપ્પા અમુક વાર મને પણ આપે ફુગ્ગો રમવા.કામ કરવા છતા અમુક વાર રાત્રે જમી શકીયે એટલાં પૈસા ભેગા ન થાઈ..તો માઁ અમાંરા બધાં ને પાણી પીવડાવી સુંવડાવે..પણ એવૂ ભાગ્યેજ થાય...ક્યારેક કયારેક કોઈ મહાપુરુષ એનાં ત્યાં જમવાનું વધ્યું હોઇ તો અમારે આપી જાઇ.. ત્યારે તો અમારી ઉજવણી થઈ જાઇ...પણ એવૂ થાય ત્યારે માઁ અને પપ્પા ના ચેહરા પર થોડી પીડા દેખાઈ મને...પણ હૂઁ ઝડપથી મોટો થઈ નેં માઁ અને પપ્પા ની બધી પીડા દુર કરી દઈશ..ચાલો હૂઁ જાવ.. આજ થી હૂઁ અબ્દુલ ચાચા ની ચાહ ની લારી પર કામ કરવા જઈશ...આવજો

Gujarati Blog by aateka Valiulla : 111044775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now