Gujarati Quote in Motivational by Ravindra Sitapara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીવાળી સ્પેશિયલ

દીવાળી મુખ્યત્વે વાક્ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીવાળી, બેસતુ વર્ષ, ભાઈ બીજ - એમ છ દિવસીય વિવિધ મહત્ત્વ ધરાવતા દિવસોનો સંયુક્ત તહેવાર છે.

1. વાક્ બારસ
આપણી અધકચરી સમજણ મુજબ વાઘબારસ એ ખરેખર વાક્ બારસ છે. વાક્ એટલે વાણી, વાચા, સરસ્વતી, જ્ઞાનની આરાધના કરવાનો દિવસ. જ્ઞાન, સમજણનું મહત્ત્વ સમજાવતો તહેવાર સૌ પ્રથમ આવે છે. આનાથી સરસ્વતીની મહત્તા સ્થાપિત થઈ જાય છે.

2. ધનતેરસ
આ દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન કરે છે. જેનો અર્થ થાય કે આપણી સંસ્કૃતિમાં જ્ઞાન પછી ધન, વૈભવનો મહિમા રહેલો છે. શાસ્ત્રોમાં પણ આર્થિક સમૃદ્ધિનાં મંત્રો પણ રહેલા છે.

3. કાળી ચૌદશ
આપણા સમાજનાં લોકો આ દિવસથી ખૂબ ગભરાય છે. આ દિવસે લોકો ચાર રસ્તા પર વડા મૂકી કકળાટ ઘરની બહાર કાઢે છે. જો કે દુનિયા માટે મોટો કકળાટ તો શ્રી કૃષ્ણએ દૂર કરી દીધેલ. કૃષ્ણે નરકાસુરને મારી વિશ્વને તેના આતંકમાંથી મુક્ત કરેલ. આ દિવસને નરક ચૌદશી પણ કહે છે.

4. દિવાળી
આસો અમાસના દિવસે શ્રી રામ પોતાનાં ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી લક્ષ્મણ તથા સીતાજી સાથે અયોધ્યા પરત ફરેલા. લોકોએ તેની ખુશીમાં દીવા પ્રગટાવ્યા અને રંગોળી કરેલ. આ દિવસ દિવાળી તરીકે ઉજવાય છે. ફટાકડા તે સમયે હતા નહિ, તે પછીથી આવ્યા.

5. બેસતું વર્ષ
વિક્રમ સંવતનું નવું વર્ષ કારતક સુદ એકમ એટલે નવું વર્ષ. લોકો સગા સંબંધીને અને મિત્રોને પૂરા વર્ષનાં નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.

6. ભાઈ બીજ
બેસતા વર્ષના બીજો દિવસ ભાઈ બહેનને નામ કરવામાં આવ્યો છે. ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. બહેન ભાઈનાં સુખમય અને દીર્ઘાયુ જીવનની કામના કરે છે. યમ તેની બહેન યમુનાને ત્યાં જમવા ગયેલ તે દિવસથી આ તહેવાર ઉજવાય છે.

મિત્રો, આપ સૌને આ સોનેરી સપ્તાહની હાર્દિક શુભકામનાઓ.

Gujarati Motivational by Ravindra Sitapara : 111044661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now