ધન -તે-રસ
========
ધન્ય તે રસ ,જે ગોપીજન એ પીધો
ધન્ય તે રસ જે 84-252 વૈષ્ણવ એ લીધો ,
ધન ગુરુ શ્રી વલ્લભ (મહાપ્રભુજી)
જેમને ષોડશ ગ્રંથ નું રસ ગાન કર્યું
ધન ગુરુ શ્રી વલ્લભ (મહાપ્રભુજી)
જેમને સુબોધની જી નું રસ પાન કરાવ્યું
ધન્ય તે રસ , આપે જે સ્વરૂપ રસ સેવા નું દાન દીધું।
ધન ગુરુ શ્રી ગુંસાઈજી
જેમને સર્વોત્તમ રસ ગાન કર્યું
ધન ગુરુ શ્રી ગુંસાઈજી
જેમને શ્રીંગાર રસ મંડાન નું રસ પાન કરાવ્યું
ધન્ય તે રસ , આપે જે શ્રીંગાર રસ સેવા નું દાન દીધું।
ધન્ય ધન્ય શ્રી હરિરાયજી
જેમને શિક્ષાપત્ર રસ ગાન કર્યું
ધન્ય ધન્ય શ્રી ગોકુલનાથજી
જેમને 84-252 વાર્તા રસ નું પાન કરાવ્યું
ધન્ય તે રસ ,જે કીર્તન રસ નું અષ્ટસખા એ દાન દીધું
ધન્ય ધન્ય શ્રી દમલાજી
જેમને શ્રી વલ્લભ મધુર રસ ચાખ્યો
ધન્ય ધન્ય શ્રી રજોબાઈ
જેમને કેવળ શ્રી વલ્લભ રસ માણયી
ધન્ય તે રસ ,જેનું સમસ્ત 84-252 વષ્ણવ એ દાન દીધું
ધન્ય ધન્ય શ્રી અષ્ટસખી
જમણે નિત્ય મહારાસ નું ગાન કર્યું
ધન્ય ધન્ય શ્રી ગોપીજનો
જેમને નિત્ય મહારાસ નું પાન કરાવ્યું
ધન્ય તે રસ ,જે રસ પ્રિયા એ પ્રિયતમ ના નેત્ર માં નિહાળ્યો
ધન્ય ધન્ય શ્રી મૂળ યુગલ રસ
જે સદા ભક્તો ના હૃદયકમલ માં વહેતો
ધન્ય ધન્ય શ્રી મૂળ યુગલ વિરહાત્મક રસ
જે સદા રોમ રોમ માં યમુના બની વહેતો
ધન્ય તે રસ ,જે ને ત્રિતયાત્મક સ્વરૂપ રસ માણ્યો
ધન્ય તે રસ ,જે ને મધુરં અગ્નિ સ્વરૂપ રસ માણ્યો
ધન્ય તે રસ। ....................જે સદા ભીતર સ્વરૂપે
મૂળ યુગલ સંગ આંતરરામણ કરી માંણ્યો।
આવા રસ ની પ્યાસી
આવા રાસની દીવાની
જે મહારાસ ના શ્રમ બિંદુ થી યમુનાજી માં પ્રગટે
તેવા યમુનાકમલ ની દાસી।.......................