ફરી પાછો આજે અંદરનેઅંદર ઘુંટાયો છે,
ઘુંટાયો છેએટલોજ, ‘મારો કક્કો’ પાક્કો થયો છે,
તુટયો નહી જે છીણી-હથોડાના મારથી,
પથ્થર એજ મંદિરમાં ઇશ્વર બની પૂજાયો છે,
સખત છે અંદરથી, પણ બદલવા તત્પર છે,
એટલેજ તો હિરો, દરેક પહેલે ચમકયો છે,
પહેલા શ્વાસના દર્દે તો, દરેક બાળને રડાવ્યો છે,
એજ શ્વાસે પરંતુ, જગતમાં તેને ટકાવ્યો છે,
રાખ અડગ વિશ્વાસ, ને થઇ જા જીદ્દી,
ગાઢ અંધકારે જ, આદિત્યને પ્રસવ્યો છે.
-પારસ ગાંધી