ટુકી વાતાઁ.
*" વિનુ "*
ચરોતર નુ એક નાનકડુ ગામડુ અેમા રહે આ વિનુ... સાચુ નામ તો વિષ્ણુ પૃસાદ હતુ પણ બધા વિનુ કહી ને જ બોલાવે. 3 ભાઈ ઓ અને 2 બહેનો થી નાનો વિનુ. નાનપણથી જ બહેરો મુંગો .
બધા ભાઈ બહેન મા કોઈ જ તકલીફ ન હતી સિવાય વિનુ.
વિનુ અમદાવાદ ની બહેરામુંગા ની શાળા મા ભણ્યા. બાપ ની મિલકત તો સાત પેઢી ચાલે અેમ હતી પણ વિનુ ને પોતે સ્વમાન થી જીવવુ હતુ. સિલાઇ કામ શીખી ગુજરાન ચલાવતા.
અનાથાશ્રમ ની છોકરી સાથે વિનુ લગ્ન થયા. સંસાર એમ ચાલ્યો
4 સંતાનો થયા એમા 3 દીકરા અને 1 દીકરી નાની..
વિનુ સેવાભાવી સ્વભાવ નો. ગામ મા કોઈ ને કોઈ પણ પ્રકારની જરૂર હોય વિનુ હાજર જ હોય. વાર તહેવારે બધા ને મદદ કરે. ત્રણ દીકરા ને પરણાવ્યા. દીકરી ને પરણાવી.
એક દિવસ મિલકત માટે ઝઘડો થયો. મોટા દિકરા એ રાતે જ વિનુ ને મો પર ઓશીકું મુકી રામ રમાડી દીધા..........
ભાવના ભટ્ટ અમદાવાદ