English Quote in Motivational by દિપક રાજગોર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પૈસા ના પણ કેટલાં નામ*

મંદિર માં આપો તો . *(દાન)*

સ્કૂલમાં આપો તો *(ફી)*

લગ્ન માં આપો તો *( ચાંદલો)*

કન્યા ને લગ્ન માં આપો તો *(દહેજ)*

છુટાં છેડા માં આપો તો *(જીવાય ભથ્થું)*

કોઈને આપો તો લ્યો તો *(રૂણ)*

પોલીસ કે ઓફિસર કરે
*(દંડ)*

સરકાર લ્યે તે *(કર)*

કર્મચારી મેળવે તે *(પગાર)*

નિવૃત્તિ માં આપે તે *(પેન્સન)*

અપહરણ કરીને માંગે તે *(ફિરૌતિ)*

હૉટલમાં આપો એ *(ટીપ)*
બેંકમાંથી ઉધાર લ્યો તે *(લોન)*

મજદુર ને ચૂકવો તે *(મજુરી)*

ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)*

કોઈ ને પ્રેમ થી આપો તે *(ભેટ)*

*હા સાહેબ હું પૈસો છું*
આપ મને મૃત્યું પછી ઉપર નહી લઈ શકો ..પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું

*હા સાહેબ હું પૈસો છું*
મને પસંદ કરો એટલે સુધી કે લોકો તમને નાપસંદ કરી જ ન શકે .

*હા સાહેબ હું પૈસો છું*
હું ભગવાન નથી પણ લોકો મને ભગવાન થી ઓછો નથી માનતાં..

*હા સાહેબ હું પૈસો છું*
હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે પણ જરૂરીઆતો કરતાં વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું

*હા સાહેબ હું પૈસો છું*
ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં

*હા સાહેબ હું પૈસો છું*
હું કઈ જ નથી છતાં હું નક્કિ કરૂ છું કે લોકો તમારી કેટલી ઈજ્જત કરશે

*હા સાહેબ હું પૈસો છું*
હુ તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે.

*હા સાહેબ હું પૈસો છું*
હુ નવાં નવાં સંબંધો બનાવું છું..પણ સાચા અને જુનાં બગાડુ છું

*હા સાહેબ હું પૈસો છું*
હુ જ બધા કજિયા નું મૂળ છું તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???

English Motivational by દિપક રાજગોર : 111044119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now