# અનોખી પ્રીત....
હું ને તું....
તું ને હું....
બનીએ આપણે....
અનોખી પ્રીત છે આપણી....
હજી નથી મળ્યા નયનો થી નયન....
તોય દિલ રહી નય શકતા એકમેક વગર....
હજી નથી સાંભળ્યો અવાજ એકમેકનો....
તોય આહટ સંભળાય તારા જ નામની....
હજી નથી થયો અંગે કોઈ સ્પર્શ એકમેકને....
તોય તનને થાય એક તારો જ એહસાસ....
હજી નથી જોયા ક્યારેય રૂબરૂ એકમેકને....
તોય આ નજરો ને ચોતરફ દેખાય તું જ તું....
હજી નથી બની કોઈ યાદો એવી એકમેકની....
તોય યાદ કરી મલકાય મુખડું એકમેકનું....
☺
#સાંઈ સુમિરન....