* " એક સ્ત્રી " *
કવિતા.......
હું એક સ્ત્રી
અંદર થી રડતી, બહાર થી હસતી
મન ની મક્કમતાથી કદી ના ડગતી.
જીંદગી ના રસ્તા ઉપર કેટલીય વાર પડતી,
ઊઠી ને પાછું ડગલુ આાગળ ભરતી.
હું એક સ્ત્રી
સંબંધ ના દાવપેચ કદી ના સમજતી,
ચહેરા પર ના મહોરાં કદી ના ઓળખતી.
હા, હું એક સ્ત્રી
ભરોસો મુકી હંમેશાં પસ્તાતી,
આંસુઓ છુપાવી દિલ થી હરખાતી.
હું એક એવી સ્ત્રી
દિલ થી વિશાળ " ભાવના " ઓ મા પડતી ઠોઠ,
સંબંધો મા માર ખાતી, માણસ ઓળખવામાં પડતી ભોઠી.
હું એક સ્ત્રી........