માતૃભારતી.. જ્યાં પોતાના વિચારો વ્યક્ત કરવા માટેની એક ઉત્તમ જગ્યા ઘણાં લોકોને મળી ગઈ. પણ ગઈકાલે બાઇટ્સમાં કેટલીક એવી બાબતો બની જેના કારણે ઘણાંને ગુસ્સો પણ આવ્યો અને મનદુઃખ પણ થયું. આપણા પરિવારમાં કેટલીક એવી વ્યક્તિઓ ઘુસી આવી જેમણે અહિયાનું વાતાવરણ ખરાબ કરી નાખ્યું. કોઈએ ઇગ્નોર કરી તો કેટલાકે બ્લોક કરી એ વ્યક્તિઓથી પીછો છોડાવ્યો. પણ આવા લોકોને કોઈ ફર્ક પડવાનો નથી. અને બાઇટ્સમાં રહેલા દરેક વ્યક્તિ એને ઓળખી શકવાના પણ નથી. માટે આ લોકોને બહાર લાવવા આપણાં હાથમાં છે.
માતૃભારતી ટીમ બધે જ ઠેકાણે પહોંચી શકવાની નથી, પણ બાઇટ્સમાં ઘણાં એવા મેમ્બર છે જે એક્ટિવ રહેતા હોય છે. જેમને કોઈ પોસ્ટની અંદર ખરાબ કોમેન્ટ થઈ હોય તો ધ્યાનમાં આવે છે. તો આવા વ્યક્તિઓને બહાર લાવો જે ખરાબ કોમેન્ટ કરી બાઇટ્સની શોભા બગાડે છે. સ્ક્રીનશોટ લઈ માતૃભારતીમાં ઇ મેઈલ કે વોટ્સએપ કરી એ વ્યક્તિની ઓળખ આપો.
આપણા માતૃભારતીની સ્વચ્છ રાખવું આપણાં હાથમાં છે.
ચાલો એક કદમ સ્વચ્છતા તરફ....