એ પલ જ્યારે તું મારો હાથ તારા હાથ માં લઇ મારી આંખો માં જોતો અને હું શરમાઈ જતી એ જ તો છે મારી જિંદગી ની ખુબસુરત પલ....જ્યારે મારા ગુસ્સા ને તારું એક સ્મિત જ પીગરાવી દેતું...અને તારા નખરા ક્યાં ઓછા છે મારા કરતાં વધારે જિદ્દી તો તું જ છે પણ મને ગમે છે તારી નાના બારક જેવી જીદ ....તારો આ માસુમ ચેહરો જેના પર રેલાતું તારું આ નટખટ સ્મિત એ જ તો છે મારી જિંદગી ની ખૂબસૂરત પલ.....કલાકો ના કલાકો બસ તારી સાથે જે ખાલી ગપ્પા મારવા માં વીતે છે એના થી વધારે મજા મને કસાય માં નથી આવતી ...વાત કરતાકરતા મારા ગાલ પર કરેલુ તે પહેલું ચુંબન અને પછી કાઈ કર્યું જ નથી એમ માસુમ બની જતો તું ....તારા સ્પર્શ નો એ પહેલો એહસાસ એ જ તો છે મારી જિંદગી ની ખૂબસુરત પલ... અને આવી કેટલીય પલ ભેગી થઈ ને જિંદગી બને અને મારા માટે જિંદગી એટલે તુ... માત્ર તું અને તારું હોવું એ જ મારી જિંદગી ની શોધી ખૂબસૂરત પલ.....