ગઝલ લખું કે કવિતા સુ નથી લખતી હું
એ કહેવું અઘરું છે
સમજી ને તો લખવા માંડું તો કહેવાય છે
વિચારો છે તારા
લખું જો મન થઇ તો શબ્દો કહે છે અમે
છીએ તારા
ન ઉપાડું કલમ જો ક્યારેય તો હાથ કહે છે
કોણ છીએ તારા
શબ્દો નો વણાટ ગુથી ને ભીંજવું છું કાગળ
મન ના કોરા
છલકતા આસુઓ રેલાતા કહે છે અમે તો
છીએ ખારા
ન દેખાય ધોળા વાદળ માં ઢોળતા ભીના આસું
એ તો છે મારા
શીખવું જો હું તને લખતા તો ભીની થઇ જાય મારી
આંખો ના મોરા
હર્ષા દલવાડી(તનુ)