અછાંદસ
ડાયરી નું પાનુ ખોલતાં,
નીકળી પડયા આપણાં સોનેરી દિવસો,
વરસાદી વાતો એક-બે,
અને એક-બે ઉનાળુ તડકા,
સાંજની સાથે વિતાવેલી પળોય
ઝળહળવા લાગી છે પાને પાનેથી,
તારી ને મારી વાતો નાં ખુટી પણ,
ખુટી ગયા ડાયરી નાં પાનાં.
ડાયરી ટેબલ પર મુકી
નીહાળતો રહયો બારી માંથી,
ઝાડ પર બેઠેલાં પંખી ને.
હજુય અકબંધ પડયા છે એ દિવસો
પંખી ઉડી ગયા પછી કલરવ રહી જાય તેમ.
નીલેશ લીંબોલા