. *પૂજા*
. ~::::::::::::::::::::::~
સુખમાં તારો સાથ ભૂલું,દુઃખમાં તારી પૂજા કરું
સત્યને આજ છુપાવી, ખોટામાં તને હું સાથે જોડું
મુસીબતોને તારે ખોળે મૂકું,ભાવથી તારી પૂજા કરું
વેર અને અપમાનને ભૂલું,શ્રદ્ધાને તારી સાથે જોડુ
ભક્તિથી બંને એક કરું,અભિમાન ત્યાગી પૂજા કરું
મર્યાદા શ્રદ્ધાની ભૂલું,તને પામવા લાગણીથી હાથ જોડું
મોહ માયામાં રસ નથી,પ્રેમથી આજે તારી પૂજા કરું
સાચવી લેજે પ્રેમ મારો,તારી સાથે મારા દિલને જોડું
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD