English Quote in Microfiction by Karan Mistry

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

And the best employee of the year award goes to..... Mr. Pratik Sanghavi. હજું એક જ વર્ષ થયું હતું કંપનીમાં અને શ્રેષ્ઠ એમ્પ્લોયીનો એવોર્ડ. હવે આનાથી વધારે શુ જોઈએ ઝીંદગીમાં. આ એક વર્ષમાં રાત-દિવસ એક કરેલી મેહનતનું પરિણામ હતું આ, ખાવાનું ટાઈમે ન ખાતો પણ પ્રોજેક્ટ ટાઇમ પહેલાં પુરા કરી દેતો.

એન્યુઅલ મિટિંગ અને એવોર્ડ સેરેમની પૂર્ણ થઈ અને બધા પ્રતિકને શ્રેષ્ઠ એમ્પ્લોઈના એવોર્ડ બદલ શુભકામના આપતા જતા હતા. કોઈ એના હિતમાં દિલથી પ્રતિકની મેહનતને બિરદાવતા હતા તો વળી કોઈ નસીબ છે આનું આ તો અને બીજા એવા જ કોર્પોરેટ જગતના ઇર્ષાળુ શબ્દોથી પીઠ થાબડતા જતા હતા.

પ્રતિક ઘરે પહોંચ્યો. દિલમાં ખુશી હતી કે વર્ષની અથાક મેહનત આ એવોર્ડમાં સમાણી ખરી. પણ દિલમાં એક ઉચાટ હતો કે જે ગમતું જે સપનાં હતા તે વર્ષ પહેલા જ છોડી દીધા એનું શુ.

#microfiction

English Microfiction by Karan Mistry : 111043628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now