#Love you mummy
વ્હાલી માઁ ,
આજે તને યાદ કરી તારા માટે મારા દિલ ની લાગણીઓ વ્યક્ત કરુંછું. મને ખબર છે તું એ વાંચી નહીં શકે પરંતુ ,તું જ્યાં પણ હોઈશ મને ખબર છે કે મને નિહાળતી હોઈશ.
'માઁ' શબ્દ માં બાળક ની આખી દુનિયા આવી જાય છે. માઁ જ મારુ વિશ્વ, મારુ સર્વસ્વ હતી. યાદ છે એ નાનપણ ના દિવસો -જયારે ડગલે ને પગલે, મારા દરેક દુઃખ, મુશ્કેલીઓ, હતાશાઓ અને નિષ્ફ્ળતાઓમાં જયારે હું હિંમત હારી જતી,ત્યારે તું આશાની કિરણો બની મને ઉભી કરતી અને મારો આત્મવિશ્વાસ બની મારી સાથે રહેતી.. તું જ મારી મિત્ર અને ગુરુ હતી.
પરંતુ એ અંતિમ રાત્રે, જયારેતું મને મળવા તરસતી હતી, ત્યારે હું પણ બેચેન થઇ હતી. પણ.......ક્યાં ખબર હતી કે સવારની સૂર્યની કિરણો આવતા જ તારા પ્રાણ નું પંખી ઉડી જાશે. .તું મને મળ્યા વગર જ ચાલી ગઈ.મારા હોઠો ઉપર તું અતૂટ મૌન છોડી ગઈ.....
ઈશ્વર મને દરેક જન્મો માં તને જ મારી માઁ ના સ્વરૂપે મોકલે .બસ તારી યાદ માં તારી તસ્વીર સામે શીશ ઝુકાવી તને કોટી કોટી વઁદન કરુંછું.
લિ. તારી વ્હાલી ઝરણાં.