#LoveYouMummy
પ્રિય મમ્મી,
વિષય :- તારા વિશે થોડું જણાવવા બાબત.
તું ભગવાનનું 'માસ્ટરપીસ' છું,જે નસીબજોગે મને
ફ્રીમાં મળ્યું છે.'તું ઘરમાં રહું છું' કે 'ઘર તારામાં' ખબર નઈ....! પણ 'હું' તારામાં રહું છું.મારા માટે તું ઘરનો છેડો છું.
તું દુનિયાનું બેસ્ટ જમવાનું બનાવે છે - બીજા બધા જમણથી પેટ ભરાય, જ્યારે તારા હાથનો એક કોળિયો જમવાથી મન ભરાય છે.એક તું છું - જે મારા શોખ માટે પોતાની જરૂરિયાતો વેચે છે ને મારી ખુશી માટે પોતાનું સુખ.
તું ચમત્કારી પણ ખરી....! બધા મારી પ્રગટ ખુશી
જુએ છે પણ તું, મેં સંતાળેલું આંસુય જોઈ લે છે.તારું મારી જોડે હોવા માત્રથી મારા દુઃખનો ભાર હળવો થઈ
જાય છે અને મારી ખુશી બેવડાય જાય છે.
મારા માટે તું ખૂબ જીવી બસ....., હવે પોતાને માટે જીવ.
છેલ્લે, હું એવી બનવા પ્રયત્ન કરીશ કે તું મારા માટે એટલિસ્ટ કંઈ બોલી શકું.
બસ એ જ.
લિ.
ગુડ્ડી