તારી સાથે વાત કરવી નથી ગમતી આજકાલ.
"કેમ છે? " એવું તું પૂછી લઈશ તો ?
હું શું જવાબ આપું ?
હું ગમે એ કહું, પણ ..
મારા અવાજ ની ધ્રુજારી માં
મારે જે નથી કહેવું એ
તું સાંભળી જ લઈશ.
એટલે જ હું કશું બોલતી નથી..
પણ તું ય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી.
બસ મારો હાથ પકડી લે છે,
અને કહે છે-
" મારી આંખો માં જો..!"