#LoveYouMummy
પ્રતિ,
મારી વ્હાલી માઁ...
આજ સુધી જીવનમાં હું જે કાંઈ પણ કરી શક્યો છું અને આગળ જે કાંઈ પણ કરવાનો છું, તે માટે મારા અસ્તિત્વનું હોવું અનિવાર્ય છે અને તે અસ્તિત્વ મને તારા કારણે પ્રાપ્ત થયું છે. માટે તને તો હું જેટલો પ્રેમ કરું, તેટલો ઓછો છે. પણ એટલું જરૂર કહીશ કે જીવનનાં સુખ-દુઃખનાં દરેક પ્રસંગોમાં, હરહંમેશ, તું મારી સાથે હતી, છે અને રહેશે. જેમ ઉદરમાં હું ગર્ભનાળથી તારી સાથે જોડાયેલો હતો અને તું મારું પોષણ કરતી હતી, તેમ જ જીવનભર તારી હયાતી છે ત્યારે અને નહિ હોય ત્યારે પણ અદ્રશ્ય પ્રેમ-લાગણીનાં બંધનથી તું મારી સાથે જોડાયેલી જ રહીશ અને મારામાં આત્મવિશ્વાસ-આત્મબળનું પોષણ કરતી રહીશ. અંતે મારી જ લખેલી માઁ વિશેની શ્રદ્ધાંજલિની પંક્તિથી તારા અમૂલ્ય પ્રેમને મૂલવવાનો પ્રયત્ન કરીશ,
માઁ તું જ્યારે ઘરમાં હતી, તો આ ઘર હતું સ્વર્ગ સમુ,
હવે ગમતું ના ક્યાંય જરી, લાગે બધું નર્ક સમુ,
જનનીની જોડ સમો, બીજો કોઈ સંબંધ ના મળ્યો...
લિ.
તારો અંશ