#LoveYouMummy
38 વર્ષની ઉંમરે પણ સાવ નાનો બની શકું, આંખનાં પલકારામાં દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઉં , બધાં દુઃખ ક્ષણમાં દૂર થઈ જાય એવું એક માત્ર સ્થાન એટલે મા તારો ખોળો, આંખ અને કાયમ મારા માથા પર રહેલો હાથ. એક જીવનમાં અમારા માટે તે કર્યું કે એ તો ભગવાન પણ ના કરી શકે! જ્યારે આ તોતડો તારી પાસે આવીને બોલ્યો ," આજે વાર્તા સ્પર્ધામાં મને બોલતાં ના આવડ્યું તો બધાં સાથે હું પણ હસ્યો." ત્યારે તે કહેલું," સારું કર્યું.બધાં સાથે હસ્યો પણ હસવા જેવું જીવન ના બનાવાતો." એક વાક્યની અસરથી જ હું સ્પષ્ટ બોલતો થયો. તે તો મને બે વાર બોલતાં શીખવ્યું!