English Quote in Shayri by Krushnasinh M Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy

ભીંસ પડી છે શબ્દોને આજ,લેખીની ચુપચાપ છે,
સ્થાન-એ-ઈશ્વર ખતરામાં છે,માં નો પ્રેમ લખવાનો છે.

શીતળતા વૃક્ષોની આજ ઓછી લાગશે,
ટૂંક ગિરનારની એની સામે સામે ટૂંકી લાગશે,
આભ સીમિત લાગશે હવે માં નો પ્રેમ લખવાનો છે.
સ્થાન-એ-ઈશ્વર ખતરામાં છે,માં નો પ્રેમ લખવાનો છે.

કાગળ-કલમ ભેળા મળી ઉજવશે ઓચ્છવ હવે,
શબદે-શબદે છલકશે સ્વર્ગ તણું ઝરણું હવે,
આંખ્યું મારી ભીંજવશે એ, માં નો પ્રેમ લખવાનો છે.
સ્થાન-એ-ઈશ્વર ખતરામાં છે,માંનો પ્રેમ લખવાનો છે.

છે પરીક્ષા ‘કૃષ્ણ’ની આ, ભાવને દેહ કેમ આપશે?
જોડીને બે હાથ કલમ સમક્ષ તારી ઉભશે,
શ્યાહી કૃતજ્ઞતાની ઉભરાશે,માં નો પ્રેમ લખવાનો છે,
સ્થાન-એ-ઈશ્વર ખતરામાં છે,માંનો પ્રેમ લખવાનો છે.

~ કૃષ્ણ

English Shayri by Krushnasinh M Parmar : 111043174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now