#LoveYouMummy
મમ્મી,
મમ્મી તારા વિશે લખવા મારી પાસે શબ્દો નથી. છતાં, જે લાગણી હું તારા પ્રત્યે અનુભવુ છું. તેને તારી સમક્ષ રજુ કરું છું.
માંની મમતા, લાગણી, હૂંફ, પ્રેમ તો અવર્ણનીય છે. માંએ કરેલ ત્યાગની તુલના કરવી મુશ્કેલ છે. ઠંડીમાં હૂંફ સમી, ગરમીમાં શિતળ છાંયા સમાન, મુશ્કેલ ઘડીમાં ઢાલ સમાન. તે શિખવ્યું હિમ્મતભેર ડગમાંડતા, સંબંધોને સાચવતા. આ ભૂલભૂલામણી દુનિયા માં લોકો જ્યાં એક બીજાને ઠગવા બેઠા છે. જુઠ્ઠાણાની બોલબાલા છે. છતાં, તે મારા પર વિશ્વાસ કર્યો. કારણ આ તારા જ આપેલ સંસ્કાર છે. જે મને કાદવમાં કમળની જેમ ખીલેલી રાખે છે.
અંતે, એટલું માંગું હર જન્મે મને તારી કુખે જન્મવાનો અવસર મળે.
તારી લાડકી...ૐD