#LoveYouMummy
પ્રિય માં
કદાચ આટલા વર્ષોમાં તારી તપસ્યા,માવજત,અને સમર્પણને ફક્ત એક માં તરીકેની ફરજ રૂપે જોવાની મારી ભુલને કબુલ કરું છું.આજે તારી જગ્યાએ મે મારી જાતને મુકી છે ત્યારે ખ્યાલ આવે છે કે સવારે અમને સૌને ગરમા-ગરમ ટિફિન પકડાવી દેતી તું,સવારથી સાંજ ઘર અને બહારના તમામ કામો આટોપી લેતી તું,ને તોયે સાંજે હસતે મોઢે પોતાના થાકને સિફત થી છુપાડતી તું....મારી માં,તુ સાચેજ અજોડ છે.
અમારી માંદગીમાં તારો સતત પંપાળતો હાથ,અમારી નાની-મોટી જીદ વખતે તારી સમજદારી,તે સીંચેલા સંસ્કાર,આ બધું અમુલ્ય છે.આજે પણ તારો સાથ મારી માટે માર્ગદર્શક છે.તું મને ખુબ જ વહાલી છે માં.તારી દિકરી હોવાનો મને ગર્વ છે. તારું હેત હંમેશા રહે.
-તારી લાડકી