#loveyoumummy
“માતા એટલે ન ઉતારી શકાય તેવું ઋણ”
કવિશ્રી બોટાદકર “જનનીની જોડ સખી નહિ જડે રે.. લોલ” કાવ્યમાં માતાનો મહિમા વર્ણવી શકે, મારી જેવા સામાન્ય વ્યક્તિની શું વિસાત કે, સો શબ્દોમાં આવું સાહસ કરી શકે ? એવી એક પણ ભાષા, સાહિત્ય કે લેખક નહી હોય, જેણે “માં” વિષે લખ્યું ન હોય અને છતાં એવું કોણ હશે જે એક અક્ષરના (માં) અસ્તિત્વને સંપૂર્ણપણે આલેખી શક્યું હોય??!!
માં નાં હૃદય કરતા કોમળ આ જગતમાં કશું નથી, માં એટલે પ્રેમ, કરુણા અને વાત્સલ્યની જીવતી જાગતી પાઠશાળા. માં એટલે કશું પણ મેળવવાની કામના વિના સર્વસ્વ અર્પણ કરનારી સ્ત્રી શક્તિ.. માં એટલે મારા સર્જન, પોષણ અને અસ્તિત્વનો આધાર. માતા એટલે નવ મહિના પેટમાં કરેલા મારા જતનનું, અનેક જન્મ પછી પણ ન ઉતારી શકાય તેવું ઋણ.